👉 લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે
પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
👉 કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં
લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની
પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે.
👉 દીકરી કોઈને કશું જ
કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી
પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના
ગ્લાસમાં પાણી પીવે છે,
👉 હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી
આવે છે,
હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને
ફરવાનું મન થતું હોય છે,
👉 સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા
ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ,
હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.
👉 ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી
કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી
કોઈને કશું જ કહેવા માંગતી નથી!
👉 સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી
નીકળતું......!!
👉 પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ
મૂકીને નસીબ અજમાવવાના દિવસો 'છૂ' થઈ જાય છે!
👉 પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું
જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ
જોવાનું પણ અઘરું છે...
👉 દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને
ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને
અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ
જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે
પણ,
દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની
હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?
👉 દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં
વધારે જુવાન બની જાય છે...
પણ,
દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો
લાગવા માંડે છે... !!
👉 દીકરીનું લગન એટલે નદીને પાનેતર
પહેરાવવાની ક્ષણો...!
👉 દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું
કન્યાદાન..
👉 એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત
ઘરે આવે એ દીકરી.
👉 દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ
માં સતત વસેલી વસંત ...
👉 દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું
...
👉 દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ ,
દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર
...
0 comments:
Post a Comment