નમસ્કાર ગુજરાતી ભાષાના સારસ્વત મિત્રો
ગુજરાતીભાષાનું જતન, સંવર્ધન અને વિકાસની જવાબદારી
આપણી સહીયારી છે. ત્યારે શાળા કક્ષાએથી જ બાળકોને ગુજરાતીભાષા પ્રત્યે રસ જાગે અને
તે ગુજરાતીભાષાનું ગર્વ લેતો થાય તે દિશાના સધન પ્રયાસ આપણે સહિયારા કરવા પડ છે. ગાંધીનગર ખાતે ગુજરાતીભાષાના સારસ્વતમિત્રોની
તાલિમ દરમિયાન એક વિચાર બીજી અંકુરીત થયું તે વિચાર બીજ એટલે ગુજરાતીભાષાના
સારસ્વત મિત્રો પોતાના વિચારો અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી શકે તેવું માધ્યમ કયું
? અને તેની ચર્ચાના અંતે એક નિર્ણય પર આવ્યા કે બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ છે. ચર્ચામાં
બ્લોગનું નામ શું રાખવું ઘણાં બધા સારસ્વત મિત્રોએ જુદાજુદા નામોનું સૂચન કર્યું અંતે બ્લોગનું નામાભિધાન કરવામાં
આવ્યું ‘ મારી ગુજરાતીભાષા’ અને જોગાનું જોગ આજના દિવસે ગંધીનગર ખાતે સાહિત્યકાર જ્ઞાનપીઠ
પુરસ્કાર ડૉ. રધુવીર ચૌધરીનો સન્માન સમારંભ હતો અને આપણા બ્લોગ ‘ મારી ગુજરાતીભાષા’નું શરૂઆત થાય છે. તે આપણા
માટે આનંદની વાત છે.
0 comments:
Post a Comment